Posts

વિજ્ઞાન અને ટેકનોલોજી

39.) હાઇપરસોનિક શસ્ત્રો શું છે? તેમના મહત્વને હાઇલાઇટ કરો અને તેમના અપનાવવા અને ઉપયોગમાં લેવામાં આવતા પડકારોની ચર્ચા કરો. અભિગમ: • હાયપરસોનિક વેપન સિસ્ટમ્સ સમજાવીને તમારો જવાબ શરૂ કરો. • આ તકનીકના ઉપયોગના મહત્વની વિગતવાર ચર્ચા કરો. •હાઇપરસોનિક શસ્ત્ર પ્રણાલી સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડો. •તે મુજબ તારણો રજૂ કરો. જવાબ: હાયપરસોનિક શસ્ત્રો હવામાં ધ્વનિની ગતિથી 5 ગણી અથવા વધુ ઝડપી ( 5000 કિમી પ્રતિ કલાકની વધુ) પર મુસાફરી કરવા વાળા સક્ષમ હથિયાર છે. હાઇપરસોનિક શસ્ત્રોના મુખ્ય બે પ્રકાર છે - ક્રુઝ મિસાઇલ અને ગ્લાઇડ વ્હીકલ. હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલો હાઇપરસોનિક ઝડપ હાંસલ કરવા માટે હાઇસ્પીડ એર-બ્રેથિંગ સ્ક્રેમજેટ એન્જિનનો ઉપયોગ  કરે છે, જ્યારે હાયપરસોનિક ગ્લાઇડ મિસાઇલોને અવકાશમાંથી એક રોકેટના માધ્યમથી લોન્ચ કરવામાં આવે છે.  હાઇપરસોનિક ટેકનોલોજીનું મહત્વ: • ઝડપી અને લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલઓ: હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ કોઈપણ ફાઈટર એરક્રાફ્ટ કરતાં વધુ ઝડપે ઉડે છે. આને કારણે, તેઓ તેમના લક્ષ્યને અટકાવવામાં આવે તે પહેલાં સંપૂર્ણપણે હિટ કરવામાં સક્ષમ બને છે. • શોધી ન શકાય તેવી(undetectability)...

વિજ્ઞાન અને ટેકનોલોજી

  38.)જીનોમ એડિટીંગ શું છે? તેના લાભોની ચર્ચા કરો. સાથે જ, તેનાથી સંબંધિત ચિંતાઓનો પણ ઉલ્લેખ કરો. અભિગમ : • જીનોમ એડિટીંગની વ્યાખ્યા આપતા જવાબ શરૂ કરો. • જીનોમ એડિટીંગના લાભો પર પ્રકાશ પાડો. • જીનોમ એડિટીંગના સંભવિત દુરૂપયોગના સંબંધમાં ઉદ્ભવિત ચિંતાનો ઉલ્લેખ કરો. • તદઅનુસાર નિષ્કર્ષ પ્રસ્તુત કરો ઉત્તર:  જીનોમ એડિટીંગ કોઈ કોશિકા અથવા જીવ ના ડીએનએમાં વિશિષ્ટ ફેરફાર કરવાની એક પ્રક્રિયા છે. આ જિનોમ વિશિષ્ટ સ્થાનોમાં આનુવાંશિક સામગ્રીને જોડવું, દૂર કરવું અથવા તેને બદલવાની મંજૂરી આપે છે. જીનોમ એડિટીંગ માટે કેટલીક તકનીકો વિકસાવવામાં આવી છે, જેમ કે ક્રિસ્પર-કેસ 9 , ટ્રાન્સક્રિપ્શન એકટિવેટર લાઈક ઈફેક્ટર ન્યૂક્લીજ (TALEN) ઝિક-ફિંગર ન્યૂક્લિયસ (ZFN)  જીનોમ એડિટીંગના લાભ • આનુવંશિક રિસર્ચઃ જીનોમ એડિટીંગનો ઉપયોગ કોશિકાઓ અથવા જીવોના ડીએનએમાં ફેરફાર કરવા માટે કરી શકાય છે.જેથી કરીને તેમની બાયોલૉજી અને તેમની કાર્ય પદ્ધતિ સમજી શકાય.  • ચિકિત્સા ઉપચારઃ  આનો ઉપયોગ માનવ રક્તની કોષિકામાં સુધાર કરવા માટે કરવામાં આવે છે. આ સુધાર કોષિકાને લ્યુકેમિયા, એડ્સ તથા આનુવાંશિક વિકૃતિઓ (જેમ ...

ઇતિહાસ

37.) 6ઠ્ઠી સદી બીસીઇની આસપાસ ભારતમાં બૌદ્ધ અને જૈન ધર્મના ઉદભવ અને વિકાસ માટે જવાબદાર કારણોની ચર્ચા કરો. દૃષ્ટિકોણ: • ભારતમાં બૌદ્ધ અને જૈન ધર્મના ઉદ્દભવ અને વિકાસ વિશે ટૂંકમાં લખો. • પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ બૌદ્ધ અને જૈન ધર્મના ઉદભવ અને ફેલાવાના કારણોની યાદી બનાવો. • તથા તે મુજબ તારણો રજૂ કરો. જવાબ   છઠ્ઠી સદી પૂર્વે ભારતમાં વૈદિક પ્રથાઓનું વર્ચસ્વ હતું. ત્યારપછી, બ્રાહ્મણવાદના ધાર્મિક રૂઢિચુસ્ત વિચારોનો વિરોધ વધવા લાગ્યો, જે આખરે અનેક અનીશ્વરવાદી ધાર્મિક આંદોલનના ઉદભવ તરફ દોરી ગયો. આ ઉપરાંત પ્રવર્તમાન સામાજિક-ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ પણ બૌદ્ધ અને જૈન ધર્મના ઉદભવ અને પ્રસારનું કારણ બની. પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં બૌદ્ધ અને જૈન ધર્મના ઉદભવ અને પ્રસાર માટે જવાબદાર પરિબળો. સામાજિક-ધાર્મિક પરિબળો: • વર્ણ વ્યવસ્થા : ઉતર વૈદિક કાળમાં, સમાજને ચાર વર્ગોમાં વહેંચવામાં આવ્યો હતો અને તે મુજબ તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી, તથા તેમના પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા અને સાથે જ વિશેષાધિકારો આપવામાં આવ્યા હતા. આનાથી ના  માત્ર સામાજિક તણાવ ઉત્પન્ન થયો, પરંતુ સાથે જ સામાજિક ...

ઇતિહાસ

  36.બ્રિટિશ શાસન દરમિયાન સહાયક સંધિની નીતિના મહત્વના લક્ષણોની યાદી બનાવો. આ નીતિએ ભારતમાં બ્રિટિશ શાસનના વિસ્તરણમાં કેવી રીતે મદદ કરી? અભિગમ : • સહાયક સંધિની નીતિની સંક્ષિપ્ત પૃષ્ઠભૂમિ આપતાં, તેની મહત્વપૂર્ણ વિશેષતાઓનો ઉલ્લેખ કરો. • ભારતમાં બ્રિટિશ શાસનના વિસ્તરણના સંદર્ભમાં આ નીતિની અસરની ચર્ચા કરો.  જવાબ : 1764ના બક્સર યુદ્ધ પછી સહાયક સંધિની પ્રણાલી શરૂ કરવામાં આવી હતી. આ યુદ્ધ પછી, કંપનીએ વિવિધ રાજ્યોમાં રેજીડેંટની નિમણૂક કરવાનું શરૂ કર્યું અને આ રાજ્યોની વહીવટી બાબતોમાં દખલ કરવાનું શરૂ કર્યું. આ નીતિએ તેનું અંતિમ સ્વરૂપ 1798માં લોર્ડ વેલેસ્લીના કાર્યકાળ દરમિયાન 'બિન-હસ્તક્ષેપની નીતિ' તરીકે લીધું હતું. અંગ્રેજો સાથે આ પ્રકારના સહાયક સંધિમાં પ્રવેશેલા તમામ રાજ્યો અમુક નિયમો અને શરતો સ્વીકારવા બંધાયેલા હતા. આ નિયમો અને શરતોમાં નીચેની જોગવાઈઓ શામેલ છે: • સહાયક સંધિ સ્વીકારેલ રાજ્યોમાં ઉદ્ભવતા બાહ્ય અને આંતરિક જોખમોથી બચાવવાની જવાબદારી અંગ્રેજોને સોંપવામાં આવી હતી. • સહાયક સંધિ કરવા વાળા રાજ્યોના ક્ષેત્રમાં બ્રિટિશ શસ્ત્ર સૈન્ય દળ તૈનાત  કરવામાં આવશે. • આ સેનાની જાળવણી મા...

નીતિશાસ્ત્ર

35. રાષ્ટ્રવાદ પર વિવેકાનંદના વિચારોની ચર્ચા કરો. શું તમને લાગે છે કે વર્તમાન વિશ્વમાં રાષ્ટ્રવાદ એકીકૃત બળ કરતાં વિભાજનકારી બળ બની ગયો છે? અભિગમ: • રાષ્ટ્રવાદને સંક્ષિપ્તમાં વ્યાખ્યાયિત કરો. • રાષ્ટ્રવાદ પર વિવેકાનંદના વિચારોની ચર્ચા કરો. • નિવેદનની તરફેણમાં દલીલો અને ઉદાહરણો આપો. • યોગ્ય નિષ્કર્ષ આપો. જવાબ: રાષ્ટ્રવાદને દેશ પ્રત્યેની વફાદારી અથવા રાષ્ટ્રીય ચેતનાની ભાવના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એક તે દેશને અન્ય દેશો ઉપર મૂકે છે. તે મુખ્યત્વે અન્ય દેશો અથવા આંતરરાષ્ટ્રીય જૂથોની તુલનામાં પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિ અને હિતોના પ્રચાર પર ભાર મૂકે છે. રાષ્ટ્રવાદ પર વિવેકાનંદના વિચારો રાષ્ટ્રવાદ અંગેના વિવેકાનંદના મંતવ્યો ભૌગોલિક કે રાજકીય કે ભાવનાત્મક એકતા પર આધારિત ન હતા, અને ન તો એવી લાગણી પર કે 'આપણે ભારતીય છીએ'. રાષ્ટ્રવાદ અંગેના તેમના વિચારો ઊંડા આધ્યાત્મિક હતા. તેમના મતે તે લોકોનું આધ્યાત્મિક એકીકરણ , આત્માનું આધ્યાત્મિક જાગૃતિ હતું. તેમણે વિવિધ આધારો પર પ્રવર્તમાન વિષમતાને ઓળખી અને સૂચવ્યું કે ભારતીય રાષ્ટ્રવાદ પશ્ચિમની જેમ અલગતાવાદી ન હોઈ શકે. તેમના મતે ભારતીય લોકો ...

નીતિશાસ્ત્ર

  34. નૈતિક દુવિધા શું છે તે સમજાવતા, ચર્ચા કરો કે તે કેવી રીતે  પ્રતિસ્પર્ધી હિતો અને મૂલ્યોની વચ્ચે પસંદગીને પ્રતિબિંબિત કરે છે, સાથેજ તે વ્યક્તિના ચારિત્ર ગુણોની પણ કસોટી છે. અભિગમ: • નૈતિક દુવિધાનો અર્થ સંક્ષિપ્તમાં સમજાવો. • કેવી રીતે નૈતિક દુવિધાઓ વ્યક્તિના ચારિત્ર ગુણોની કસોટી કરે છે. ચર્ચા કરો • નૈતિક સંઘર્ષને ઉકેલવા માટે સૂચનો આપીને સમાપ્ત કરો. જવાબ: એવા કાર્યો વચ્ચે પસંદગી કરવી સરળ છે જેમાં પરિણામો સ્પષ્ટપણે સાચા કે ખોટા હોય. પરંતુ જ્યારે કોઈ ક્રિયા સારી છે કે ખરાબ તે અંગે અસ્પષ્ટતા હોય ત્યારે નૈતિક દુવિધા ઊભી થાય છે. નૈતિક દુવિધાને એવી પરિસ્થિતિ તરીકે વર્ણવવામાં આવે છે જેમાં વ્યક્તિએ નૈતિક રીતે અનિવાર્ય પગલાના સમૂહ વચ્ચે નિર્ણય લેવો પડે છે, જેમાંથી કોઈ સ્પષ્ટપણે સ્વીકાર્ય અથવા પસંદ નથી. આપેલ અનિચ્છનીય અથવા જટિલ પરિસ્થિતિમાં તેને ઘણીવાર સિદ્ધાંતોના સ્પર્ધાત્મક સમૂહ વચ્ચે પસંદગી કરવાની જરૂર પડે છે. ઘણી વખત વ્યક્તિ હિતના સંઘર્ષ અથવા વ્યક્તિગત મૂલ્યો અને વ્યાવસાયિક નીતિશાસ્ત્રના અથડામણ, અસ્પષ્ટ અથવા સ્પર્ધાત્મક જવાબદારીઓ વગેરેને કારણે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં નૈત...

ઇતિહાસ

33. સ્વતંત્રતા પહેલાના ભારતમાં મજૂર ચળવળની પ્રગતિ પર વર્ણન કરતાં , ટ્રેડ યુનિયનોના વિકાસ માટે જવાબદાર પરિબળોની ચર્ચા કરો. અભિગમ: • આઝાદી પૂર્વેના ભારતમાં મજૂર ચળવળના વિવિધ તબક્કાઓની ચર્ચા કરો. • ટ્રેડ યુનિયનોની વૃદ્ધિ પાછળ જવાબદાર પરિબળોની યાદી બનાવો. જવાબ: વિશ્વના મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રોની સરખામણીમાં ભારતમાં મજૂર ચળવળ અને ટ્રેડ યુનિયનવાદની ગતિ ઘણી ધીમી રહી છે. અને તેનો વિકાસ પણ મોડો થયો છે. આનું મુખ્ય કારણ દેશમાં ઔદ્યોગિકીકરણની ધીમી ગતિ હતી કારણ કે ઔપનિવેશિક સત્તાઓ વસાહતોનું ઔદ્યોગિકીકરણ કરવા માગતી ન હતી. • ભારતમાં મજૂર ચળવળને નીચેના તબક્કાઓ દ્વારા સમજી શકાય છે. • 1900 પહેલાનો તબક્કો: • આ સમયગાળા દરમિયાન કામદારો દ્વારા ઘણા વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા પરંતુ આ આંદોલનો તાત્કાલિક આર્થિક ફરિયાદો પર આધારિત હતા અને પ્રકૃતિમાં અસંગઠિત હતા. • સોરાબજી શાપૂરજી, નારાયણ મેઘાજી લોખંડે જેવા ઘણા સામાજિક કાર્યકરો કામદારોની સ્થિતિ સુધારવા માટે આગળ આવ્યા. જો કે, તેમના પ્રયત્નો સંગઠિત કામદાર વર્ગ ચળવળનું પ્રતિનિધિત્વ કરતા ન હતા. • 1901-1930 તબક્કો: • સ્વદેશી લહેર (1903-1908) દરમિયાન, મજૂર ચળવ...

ઇતિહાસ

32. ઉગ્રવાદી રાષ્ટ્રવાદના વિકાસના કારણો સમજાવતા, ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેના યોગદાન પર પ્રકાશ પાડો. અભિગમ: • સ્વદેશી ચળવળ પછી ઉગ્રવાદી રાષ્ટ્રવાદના ઉદય અને 1920 ના દાયકામાં તેના પુનરુત્થાનની ચર્ચા કરો. • ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેના યોગદાનનો ઉલ્લેખ કરો. જવાબ: પ્રારંભિક નરમપંથી દ્વારા અપનાવવામાં આવેલા વિરોધ કરતાં ઉગ્રવાદી રાષ્ટ્રવાદે વિરોધની વધુ આત્યંતિક પદ્ધતિઓ અપનાવી રાષ્ટ્રીય ચળવળમાં એક નવો તબક્કો શરૂ કર્યો. રાજનીતિક કાર્યવાહી હેતુ ઉગ્રવાદી રાષ્ટ્રવાદ ની ઉગ્ર પ્રવૃત્તિઓ નો ઉદય 1890 ના દાયકામાં થયો હતો અને 1905 માં સ્વદેશી ચળવળ દરમિયાન (લોર્ડ કર્ઝન દ્વારા બંગાળના વિભાજન પછી) તેણે નક્કર સ્વરૂપ લીધું. સ્વદેશી ચળવળના અંત પછી,  ઉગ્રવાદી રાષ્ટ્રવાદનો પ્રથમ તબક્કો શરૂ થયો. તેના વિકાસ માટે જવાબદાર પરિબળો નીચે મુજબ છે: • બ્રિટિશ સરકાર દ્વારા જરૂરી માંગણીઓ પણ સ્વીકારવામાં આવી ન હતી, તેથી  રાજકીય રીતે જાગૃત લોકોમાં વધુ કટ્ટરપંથી લાગણીઓ ઊભી થઈ અને તેમને રાજકીય કાર્યવાહીની વધુ અસરકારક પદ્ધતિઓ શોધવાની ફરજ પડી.  • ઇથોપિયા દ્વારા ઇટાલીની હાર (1896), બોઅર યુદ્ધ વગેરે , જેવી ...

જાહેર વહીવટ

31. સુશાસન શબ્દ દ્વારા તમે શું સમજો છો? ભારતના સંદર્ભમાં, સુશાસનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરના વર્ષોમાં કરવામાં આવેલ પહેલો જણાવો . અભિગમ: • 'ગુડ ગવર્નન્સ' શબ્દ સમજાવો. • આ સંદર્ભમાં સરકાર દ્વારા લેવામાં આવેલી મહત્વપૂર્ણ પહેલોનું વર્ણન કરો.  • ભારતીય સંદર્ભમાં સુશાસન શા માટે મહત્વનું છે? ચર્ચા કરો. જવાબ: શાસન એ સત્તા અને નીતિઓનું સંચાલન કરવાની ગતિશીલ પદ્ધતિ છે જ્યારે સરકાર આ પદ્ધતિને ચલાવવાનું સાધન છે. સુશાસન શાસનની ગુણવત્તા સાથે સંબંધિત સકારાત્મક ગુણો અને મૂલ્યોને સમજાવે છે. આમ તે એક ગતિશીલ ખ્યાલ છે. યુનાઈટેડ નેશન્સ (યુએન) મુજબ, તેમાં 8 મુખ્ય લક્ષણો છે: • ભાગીદારી • સર્વસંમતિ અભિગમ • જવાબદારી • પારદર્શિતા • પ્રતિક્રિયાશીલતા • અસરકારકતા અને કાર્યક્ષમતા • સમાનતા અને સર્વસમાવેશકતા • કાયદાના શાસનનું પાલન તે સુનિશ્ચિત કરે છે કે ભ્રષ્ટાચારમાં ઘટાડો થાય, લઘુમતીઓના વિચારોને મહત્વ આપવામાં આવે અને નીતિ નિર્માણમાં સમાજના સૌથી વંચિત વર્ગના અવાજો સાંભળવામાં આવે છે. તે સમાજની વર્તમાન અને ભાવિ જરૂરિયાતો માટે પણ જવાબદાર છે. • સરકાર દ્વારા શરૂ કરાયેલી મુખ્ય પહેલ શાસનને નાગરિક કેન્દ્રિત બનાવવા...

જાહેર વહીવટ

  30.ભારતમાં ઈ-ગવર્નન્સ થી સંબંધિત પહેલની સફળતા માટે, ડિજિટલ વિભાજન એ એક મુખ્ય ચિંતા છે જેને તાકીદે દૂર કરવાની જરૂર છે. ચર્ચા કરો અભિગમ : • ઈ-ગવર્નન્સનો ખ્યાલ ટૂંકમાં સમજાવો.  • ડિજિટલ વિભાજનનો અર્થ ની વ્યાખ્યા કરો અને વિભાજનને દૂર કરવાના માર્ગમાં આવતા પડકારો સમજાવો. • ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા કેટલાક પ્રયાસોની ચર્ચા કરો. જવાબ : સરકારી સેવાઓની વિતરણ માટે માહિતી અને સંચાર ટેકનોલોજીનો ઉપયોગ ઈ-ગવર્નન્સ તરીકે ઓળખાય છે. સુશાસન અને સર્વસમાવેશક વિકાસના વિચારને સાકાર કરવા માટે તેને સૌથી મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. ડિજિટલ ઈન્ડિયા મિશન અને આધાર-આધારિત ચુકવણી પ્રણાલી જેવા કાર્યક્રમો દ્વારા ઈ-ગવર્નન્સ પર સરકારનો ભાર હોવા છતાં, સંયુક્ત રાષ્ટ્રના ઈ-ગવર્નમેન્ટ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનું રેન્કિંગ નીચું (105મું) રહ્યું છે. ઈ-ગવર્નન્સ ના લાભ પ્રાપ્ત કરવાના માર્ગમાં ભારત સામે ડિજિટલ વિભાજન એ સૌથી મોટો પડકાર છે. જો ઈ-ગવર્નન્સનો ફાયદો અમુક લોકો પૂરતો મર્યાદિત હોય તો તેને સફળ ગણી શકાય નહીં. આ કિસ્સામાં, તે આખરે સામાજિક-આર્થિક અંતર દૂર કરવાને બદલે તેને...