વિજ્ઞાન અને ટેકનોલોજી

 38.)જીનોમ એડિટીંગ શું છે? તેના લાભોની ચર્ચા કરો. સાથે જ, તેનાથી સંબંધિત ચિંતાઓનો પણ ઉલ્લેખ કરો.


અભિગમ :

• જીનોમ એડિટીંગની વ્યાખ્યા આપતા જવાબ શરૂ કરો.

• જીનોમ એડિટીંગના લાભો પર પ્રકાશ પાડો.

• જીનોમ એડિટીંગના સંભવિત દુરૂપયોગના સંબંધમાં ઉદ્ભવિત ચિંતાનો ઉલ્લેખ કરો.

• તદઅનુસાર નિષ્કર્ષ પ્રસ્તુત કરો


ઉત્તર: 


જીનોમ એડિટીંગ કોઈ કોશિકા અથવા જીવ ના ડીએનએમાં વિશિષ્ટ ફેરફાર કરવાની એક પ્રક્રિયા છે. આ જિનોમ વિશિષ્ટ સ્થાનોમાં આનુવાંશિક સામગ્રીને જોડવું, દૂર કરવું અથવા તેને બદલવાની મંજૂરી આપે છે.

જીનોમ એડિટીંગ માટે કેટલીક તકનીકો વિકસાવવામાં આવી છે, જેમ કે ક્રિસ્પર-કેસ 9, ટ્રાન્સક્રિપ્શન એકટિવેટર લાઈક ઈફેક્ટર ન્યૂક્લીજ (TALEN) ઝિક-ફિંગર ન્યૂક્લિયસ (ZFN) 

જીનોમ એડિટીંગના લાભ

• આનુવંશિક રિસર્ચઃ જીનોમ એડિટીંગનો ઉપયોગ કોશિકાઓ અથવા જીવોના ડીએનએમાં ફેરફાર કરવા માટે કરી શકાય છે.જેથી કરીને તેમની બાયોલૉજી અને તેમની કાર્ય પદ્ધતિ સમજી શકાય. 

ચિકિત્સા ઉપચારઃ આનો ઉપયોગ માનવ રક્તની કોષિકામાં સુધાર કરવા માટે કરવામાં આવે છે. આ સુધાર કોષિકાને લ્યુકેમિયા, એડ્સ તથા આનુવાંશિક વિકૃતિઓ (જેમ કે સિકલ સેલ રોગ) વગેરેના ઉપચાર માટે શરીર ફરી દાખલ કરવામાં પાછા આવે છે.

• જૈવપ્રોધોગીકી:કૃષિમાં આનો ઉપયોગ પાકની ઉત્પાદકતા વધારવા તથા રોગ અને દુકાળ પ્રતિ તેમની પ્રતિરોધક ક્ષમતામાં સુધારો કરવા માટે તેઓને આનુવંશિક સ્વરૂપે સુધારી શકાય છે.

• ચિકિત્સીય ક્લોનિંગઃ આનો ઉપયોગ ચિકિત્સીય ક્લોનિંગ માટે પણ કરી શકાય છે. આનામાં પ્રત્યારોપણ માટે શરીરના અંગો પ્રાપ્ત કરવા માટે ભ્રુણ કોષિકાઓનું ક્લોન તૈયારી કરવામાં આવે છે.

• આર્થિક લાભ:  ઉપરોક્ત દરેક ઉનુપ્રયોગ મળીને આવતા દાયકા માં ભારતને આર્થિક વિકાસની નવી ઉંચાઈઓ સર કરશે.


જીનોમ એડિટીંગથી જોડાયેલ ચિંતાઓ 


• નૈતિક દુવિધાઃ તે નૈતિક અને નીતિશાસ્ત્રીય ચિંતાઓ ઉત્પન્ન કરે  છે. જેમ કે યુજીનિક્સ સૌથી યોગ્યતમ ને જીવતઃ રહેવામાં સહાયતા કરે છે તથા ક્લોન્સ, ડિઝાઈનર શિશુઓ અને સુપર-માનવનો સંભવિતપણે વિકાસ થઈ શકે છે. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવાના કારણે  ધાર્મિક બાબત પણ છે.

• સુરક્ષા સંબંધિત ચિંતાઓ: સૌથી નાની કોશિકાના સ્તર પર પણ કરવામાં આવેલ નાના બદલાવથી પણ અનઅપેક્ષિત પરિણામ ઉત્પન્ન કરી શકે છે.એવી ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ વિશેષ રોગ સમાપ્ત કરવા માટે થઇ ને , તે એક નવો અને વધુ જોખમી રોગ પેદા કરી શકે છે. માનવ ઉપભોગ માટે આનુવંશિક રૂપે સુધારેલ પાકોનો ઉપયોગના વિરોધી પણ ચિંતા વ્યક્ત કરે છે.

• સામાજિક ચિંતાઓ: આ વિવિધ સામાજિક બાધાઓને વધુ મજબૂત કરી શકે છે, જેમ કે બાળકોમાં છોકરાઓને વરીયતા આપવી. આ આનુવંશિક અસમાનતા એટલે કે જેનેટિક હેવ્સ અને હેવ્સ-નૉટ્સ ઉત્પન્ન કરશે.

વિધિક ચિંતાઓ:  વર્તમાનમાં આ ટેકનિકથી સંબંધિત પ્રથાઓ અને અનુપ્રયોગને નિયંત્રિત કરવા માટે કોઈ નિયામક સંસ્થા કાર્યરત નથી. સાથે જ જીનોમ એડિટીંગ પ્રૌદ્યોગિકીઓના નૈદાનિક  પરીક્ષણ માટે કોઈ માપદંડ નથી. આ રીતે પારદર્શિતા અને જવાબદેહી સંબંધિત ચિંતાઓ ઉત્પન્ન થાય છે.


નજીકના ભવિષ્યમાં થવા વાળી જૈવપ્રોધોગીક ક્રાંતિ રિસ્પોન્સિવ અને નિર્વિવાદ લાગે છે. તેથી, આણ્વિક ચિકિત્સા અને અન્ય ગેર-નૈદાનિક રોગ તથા ખાદ્ય ઉદ્યોગો માટે જીનોમ એડિટીંગથી સંબંધિત પ્રૌદ્યોગિકોનો જરૂરી પહલુઓના સામંજસ્યપુણ અને વિનિયમિત ઉપિયોગની જરૂર છે. 



Comments

Popular posts from this blog

ઇતિહાસ

ઇતિહાસ

નીતિશાસ્ત્ર

નીતિશાસ્ત્ર