બંધારણ
2. ભારતીય એટર્ની જનરલ પર સામાન્ય સમજૂતી આપી તેમના કાર્યો અને શક્તિઓ સ્પષ્ટ કરો.
પ્રસ્તાવના: ભારતીય બંધારણના અનુચ્છેદ 76માં ભારતના એટર્ની જનરલના પદની વ્યવસ્થા કરવામાં આવી છે. તે મુજબ તેવો દેશના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી હોય છે.
એટર્ની જનરલની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તથા તેમની યોગ્યતાઓ ન્યાયાધીશ સમાન હોય છે.
ભારતીય બંધારણમાં એટર્ની જનરલના કાર્યકાળ, પગાર ભથ્થા અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તથા તેઓ રાષ્ટ્રપતિને ગમે ત્યારે પોતાનું ત્યાગ પત્ર સોંપી શકે છે. તથા રાષ્ટ્રપતિની મંજૂરી સુધી પોતાના પદ પર રહી શકે છે કારણ કે એટર્ની જનરલનું પદ રાષ્ટ્રપતિ ના પ્રસાદપર્યત ગણવામાં આવે છે.
આ ઉપરાંત તેમના પગાર ભથ્થા પણ રાષ્ટ્રપતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.(પરંપરા મુજબ, જ્યારે સરકાર પરિવર્તિત થાય છે ત્યારે એટર્ની જનરલ પર પણ પરિવર્તિત કરવામાં આવે છે કારણ કે તેમની નિયુક્તિ સરકારની ભલામણના આધારે જ થાય છે.)
કાર્યો અને શક્તિઓ:
- ભારત સરકારને કાયદા સંબંધિત એવા વિષયો પર સલાહ આપવી કે જે રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ હોય.
- રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલા કાયદા સંબંધિત અન્ય કાર્યો કરવા અને બંધારણ કે કોઈ અન્ય કાયદા હેઠળ તેઓને જે કાર્ય નિર્ધારિત કરવામાં આવ્યા છે તેમનું પાલન પૂર્ણ કરવું.
- ભારત સરકારથી સંબંધિત બાબતોને લઈને સર્વોચ્ચ ન્યાયાલયમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરવું.
- બંધારણના અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરવું.
- સરકારથી સંબંધિત કોઈ કેસમાં વડી અદાલતમાં સુનાવણીનો અધિકાર.
Comments
Post a Comment