વિજ્ઞાન અને ટેકનોલોજી
9. નેનો ટેકનોલોજી એટલે શું ? કૃષિ ક્ષેત્રમાં તેની શું ઉપયોગીતા છે ?
નેનો એક ગ્રીક શબ્દ છે જેનો શાબ્દિક અર્થ સુક્ષ્મ, નાનું કે વામન થાય અને નેનો એવો પદાર્થ છે જે અતિ સુક્ષ્મ આકાર વાળા તત્વોથી બન્યા હોય છે. અર્થાત આ ટેકનોલોજીએ એવું અપ્લાઈડ સાયન્સ છે જેમાં 100 નેનો મીટરથી નાના પાર્ટીકલ્સ પર પણ કામ કરી શકે છે. નેનો ટેકનોલોજી અણુઓ તથા પરમાણુઓનું એન્જિનિયરિંગ છે જે ભૌતિક, રસાયણ, બાયો ઇન્ફોમેટીક તથા બાયો ટેકનોલોજી જેવા વિષયોને પરસ્પર જોડે છે. તેની મદદથી બાયો સાયન્સ, મેડિકલ સાયન્સ, ઇટેક્ટ્રોનીક્સ વગેરેમાં ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે. કારણ કે તેનાથી કોઈ પણ વસ્તુને લાઈટવેઇટ, મજબૂત અને વિશ્વાસપૂર્ણ બનાવી શકાય છે નેનો ટેકનોલોજી વિજ્ઞાનનું રૂપ છે જેના કારણે આપની સામાન્ય જરૂરિયાતથી લઈ તબીબી ક્ષેત્ર તથા મોટા મોટા મશીનરીમાં મોટા પ્રમાણમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે.
• કૃષિ ક્ષેત્ર નેનો ટેકનોલોજીની ઉપયોગીતા ઉત્પાદકતામાં વધારો: તે વધતી જતી વસ્તીને ખોરાક પૂરો પાડવા માટેની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે છોડની ઉત્પાદકતા અને પાકના ઉત્તમ રક્ષણમાં વધારો કરવામાં મદદ કરે છે.
• પોષક તત્વોની જરૂરિયાતમાં ઘટાડો: પાકમાં રાસાયણિક ઈનપુટ્સના મોટા પ્રમાણની તુલના માં, નેનો પોષકતત્વોનો ઉપયોગ પોષક તત્વોની ભૂગર્ભ જળમાં ઘટાડી ને પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડી શકે છે.
• જમીનની ફળદ્રુપતામાં વધારો: એગ્રી-ફૂડ ખેતરમાં નેનોટ્યુબ, ફુલરેન્સ, બાયો સેન્સસ, નિયંત્રિત ડિલિવરી સિસ્ટમ, નેનો ફિલ્ટરેશન વગેરેના અનુરૂપ કાર્યક્રમ કૃષિ ક્ષેત્રમાં સંસાધનો સંચાલનમાં અને જમીનની ફળદ્રુપતા જાળવવામાં મદદ કરે છે.
•ટકાઉ કૃષિ: ભારતમાં નેનો આધારિત કૃષિ ઈનપુટ્સ અને ફૂડ પ્રોડક્ટ 2022 સુધીમાં કૃષિ આવક બમણી કરવાના મિશન અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પરના નેશનલ મિશન માટે નોંધપાત્ર ફાયદાઓનો માર્ગ ઉપલબ્ધ કરાવયો.
Comments
Post a Comment