વિજ્ઞાન અને ટેકનોલોજી

 4. જીનેટીક એન્જિનિયરિંગ શું છે ?તેના ફાયદા અને મર્યાદા વર્ણવો.

જીનેટીક એન્જિનિયરિંગને જીનેટિક મોડિફીકેશન કે જીનેટીક મેનીપ્યુલેશન પણ કહેવામાં આવે છે. તે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને સજીવના જનીનોની રચનામાં ફેરફાર સીધી હેરફેર કરે છે. તે ઇચ્છનીય જનીનોને એક વનસ્પતિ કે જીવથી કોઈ બીજા વનસ્પતિ કે જીવમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સક્ષમ છે. ટૂંકમાં જિનેટિક એન્જિનિયરિંગ એક એવી ટેકનોલોજી છે. જેમાં ચોક્કસ જીનને પસંદ કરીને પ્રાપ્ત કરતા સજીવમાં ટ્રાન્સપ્લાન્ટ કરી અને તેને કરવામાં આવે છે.

જીનેટીક એન્જિનિયરિંગ વિવિધ ક્ષેત્રમાં નીચે મુજબની ઉપયોગી છે:
મેડિકલ ક્લોનીંગ: આ એક એવી પ્રક્રિયા છે જેમાં પ્રત્યારોપણ માટે જૈવિક અંગો મેળવવા માટે ગર્ભની કોશિકાઓનું ક્લોનીંગ કરવામાં આવે છે.
જીનેટીક ડિસઓર્ડર અને અન્ય રોગોના ઉપચાર: તેના માધ્યમથી એક કાર્યાત્મક જનીનની સાથે દોષપૂર્ણ જનીનને સ્થાપિત કરીને જીનેટીક ડિસઓર્ડર પણ નક્કી કરી શકાય છે તે મેલેરીયા અને ડેન્ગ્યુ જેવી બીમારી પ્રસારને રોકવામાં સહાયક થાય છે
જીનેટીક રૂપથી સંશોધિત (જીએમ) પાક: તેના માધ્યમથી પાકમાં ઇચ્છનીય ગુણો સાથે પાકને વધુ લાભદાયક બનાવી શકાય છે. તેના દ્વારા દુષ્કાળ પ્રતિરોધક છોડ, રોગ પ્રતિરોધક પાક તથા વધુ પોષક તત્વો ધરાવતા પાક મેળવી શકાય છે.

જીનેટીક એન્જિનિયરિંગ ની મર્યાદાઓ:
1.એક અત્યંત જટિલ પરસ્પર શ્રેણી છે. જીનેટીક એન્જિનિયરિંગ દ્વારા કરવામાં આવતા સુધારાઓ પણ અણધાર્યા છે જેની નકારાત્મક આડઅસરો હોઈ શકે છે‌.
2.વનસ્પતિ કે જીવોમાં જિનેટિક એન્જિનિયરિંગના દ્વારા જે સ્તર પર વિવિધતાનો વિકાસ ઓછો અનુકૂળ હોઈ શકે છે.
3.કોપીરાઈટ કરેલ જિનેટિક એન્જિનિયરિંગના ખર્ચાળ પરિણામો હોઈ શકે છે
4.જીનેટીક એન્જિનિયરિંગ સંબંધી યોગ્ય કાયદા ના અભાવના કારણે તે ટેકનોલોજી સહેલાઈથી દૂર ઉપયોગ થઈ શકે છે.

Comments

Popular posts from this blog

ઇતિહાસ

ઇતિહાસ

નીતિશાસ્ત્ર

વિજ્ઞાન અને ટેકનોલોજી

નીતિશાસ્ત્ર