નીતિશાસ્ત્ર
8. નીતિશાસ્ત્રના વિવિધ સ્ત્રોતો વર્ણવી તેની ભારતીય સમાજના એથીક્સ પરની અસરો વર્ણવું.
નીતિશાસ્ત્ર એ નૈતિક દર્શનનો અભ્યાસ છે એટલે કે માનવ ક્રિયા અને વિચાર વિશે જે સાચું કે ખોટું છે તેનો અભ્યાસ. તે સમાજના સભ્ય તરીકે વ્યક્તિના વર્તુણકો,
પસંદગીઓ અને ક્રિયાઓને માર્ગદર્શન આપે છે તે એવા માપદંડોના સમૂહનું અધ્યયન છે જે સમાજ પોતાની ઉપર મૂકે છે.
• નૈતિકતા ના સ્ત્રોતો :
નૈતિકતા, ધર્મ, પરંપરાઓ અને રીતે-રિવાજો સહિત વિભિન્ન સ્ત્રોતોથી પ્રાપ્ત થાય છે.
(1) ધર્મ : ધર્મ નૈતિકતાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે કારણ કે ધાર્મિક શિક્ષણ ઘણીવાર જણાવે છે કે સાચું અને ખોટું શું છે ? અને સમાજ આવા ધોરણોને પોતાનામાં સામેલ કરે છે.
(2) પરંપરા : પરંપરાઓ જે પેઢી દર પેઢી હસ્તાંતરિત કરવામાં આવે છે તે સામાજિક માપદંડોના એક ભાગ બની જાય છે.
(3) પરિવાર : કુટુંબએ સમાજનો મૂળભૂત એકમ છે અને તેઓ કાર્યરત સમાજ માટે કેટલાક ધોરણો સ્થાપિત કરે છે બાળકોને સૌપ્રથમ નૈતિક માપદંડો વિશેનું શિક્ષણ કુટુંબ દ્વારા જ આપવામાં આવે છે.
(4) માનવ અંતરઆત્મા : અંત:કરણ માણસને સારા અને ખરાબ વચ્ચેના તફાવત કરવામાં મદદ કરે છે અને સમાજના માટે કેટલાક માપદંડો તમામ કર્તવ્યનિષ્ઠ પુરુષો માટે સ્વીકારે છે.
(5) સરકારના કાયદા : ઘણીવાર, અમુક માપદંડો સમાજ પર કાયદા દ્વારા લાગુ કરવામાં આવે છે જે સમય જતા સમાજ દ્વારા સ્વીકારવામાં આવે છે અને તેની નૈતિક વ્યવસ્થાઓ ભાગ બને છે
(6) રોલ મોડલ્સ અને ફિલોસોફરો : તેઓ લોકોને પ્રેરણા આપે છે અને નવા ગુણો શોધવા અથવા આત્મસાત કરવામાં સમાજને મદદ કરે છે.
• આ સ્ત્રોતોની સમાજની નૈતિકતા પર અસર :
(i) 'સર્વ ધર્મ સમભાવ'નું હિન્દુ દર્શન અને જૈન / બૌદ્ધ ધર્મના અહિંસાના સિદ્ધાંતોનો ભારતીય સમાજ પર ઊંડો પ્રભાવ જોવા મળે છે.
(ii) સતીપ્રથા જેવી વિધિઓ પર સરકારના પ્રતિબંધ અને વિધવા પુનઃલગ્નની મંજૂરી સમાજને તેમના નિષેધોને સામાજિક ધોરણમાં સમાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
(iii) મહાત્મા ગાંધી તથા બી.આર.આંબેડકર જેવા રોલ મોડલ સામાજિક અનિષ્ટીઓની વિરુદ્ધ ઉભા રહ્યા છે અને સમાજમાં નૈતિક પરિવર્તનો લાવવાના ઉદાહરણ સ્થાપિત કર્યા છે.
Comments
Post a Comment