અર્થશાસ્ત્ર
3. ચલણના અમૂલ્યન નો અર્થ શું છે ? તેનાથી થતા લાભોને સંક્ષેપમાં વર્ણવો.
કોઈ પણ દેશના ચલણનું અવમૂલ્યન અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વની ઘટના હોય છે. જ્યારે દેશના ચલણનું મૂલ્ય વિદેશી ચલણના મૂલ્યના સંદર્ભમાં સત્તાવાર રીતે એટલે કે, દેશની કેન્દ્રીય બેન્ક દ્વારા ઘટાડવામાં આવે તો તેને ચલણનો અવમૂલ્યન કહે છે. દા.ત., જો બજારમાં બ્રિટિશ પાઉન્ડ અને ભારતના રૂપિયા વચ્ચેનો વિનિમય દર 1પાઉન્ડ=રૂપિયા 70 વચ્ચેનો હોય અને જો રૂપિયાનું અમૂલ્યન રિઝર્વ બેન્ક દ્વારા કરવામાં આવે તો વિનિમય દર બદલાય. ધારો કે, તે 1 પાઉન્ડ = રૂપિયા 80 કરવામાં આવે છે એટલે કે હવે બ્રિટનના લોકો 1 પાઉન્ડ ના બદલામાં રૂપિયા 80 ની વસ્તુઓ ભારતમાંથી ખરીદી શકશે.
અવમૂલ્યનના લાભ: કોઈ દેશ જ્યારે પોતાના ચલણનું અમૂલ્યન કરે છે ત્યારે તેને જે લાભો થાય છે તે નીચે મુજબ છે:
નિકાસમાં વધારો: અવમૂલ્યન થવાથી નિકાસકારોની કમાણી વધે છે, અને તેથી તેમનો નફો વધે છે માટે દેશની નિકાસમાં વધારો થાય છે.
લેણદેણની તુલાનામાં ખાધમાં ઘટાડો: ચલણનું અમૂલ્યન થવાથી નિકાસ વધે છે તેથી વ્યાપાર તુલામાં જો ખાધ હોય તો તે દૂર થાય છે અથવા ઓછી થાય છે. પરિણામે ચાલુ ખાતાની ખાધ ઘટે છે, અને તેને પરિણામે લેણદેણ ની તુલાની ખાધમાં પણ ઘટાડો થાય છે.
રોજગારીમાં વધારો: નિકાસ વધે છે તેથી નિકાસલક્ષી ઉદ્યોગોમાં કે સેવાઓમાં મૂડીરોકાણ થાય છે અને ઉત્પાદનના સાધનોને રોજગારી મળી રહે છે. આ રીતે અમૂલ્યન થવાથી રોજગારી વધે છે, અને બેકારી દૂર થાય છે
રાષ્ટ્રીય આવકમાં વધારો: અમૂલ્યનથી નિકાસ વધે છે અને તે માટે નિકાસલક્ષી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થાય છે અને તેથી રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. એ રીતે, આર્થિક વૃદ્ધિદર ઊચો જઈ શકે છે.
વિદેશી પ્રવાસીઓમાં વધારો: દેશના ચલણનું અવમૂલ્યન થવાથી વિદેશથી દેશમાં પ્રવાસ માટે આવનાર લોકોને ઓછા ડોલર ઉપર વધારે નાણું મળે છે. તેથી તેઓ ઓછા ડોલરે વધુ ખર્ચ કરી શકે છે. માટે વિદેશી પ્રવાસીઓનો ઘસારો વધી શકે છે દેશને તેથી વિદેશી હૂંડિયામણની કમાણી વધે છે અને ચાલુ ખાતાની ખાધ ઘટાડવામાં તે ઉપયોગી થાય છે.
વિદેશી રોકાણમાં વધારો: વિદેશી રોકાણકારોને અવમૂલ્યાંકથી ફાયદો થાય છે. કારણ કે તેઓ ઓછા ડોલરથી દેશમાં વધુ સંસાધનોની ખરીદી કરી શકે છે દા:ત કોઈ કંપની ભારતમાં ટીવીનું ઉત્પાદન કરવાનું કારખાનું નાખવા માંગતી હોય તો તે ઓછા ડોલર ખર્ચીને ઉત્પાદનના સાધનો ખરીદી શકે છે કારણ કે વિનિમયમાં તેને વધુ રૂપિયા પ્રાપ્ત થાય છે. એ જ રીતે, વિદેશી વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું રોકાણ પણ શેરબજારમાં વધે છે કારણ કે તેઓ ઓછા ડોલર એ વધુ શેર ખરીદી શકે છે
આમ, સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) અને વિદેશી સંસ્થાકીય રોકાણ (એફ.આઇ.આઇ) બંનેમા અમૂલ્યનના કારણે વધારો થાય છે. પરિણામે, લેણદેણ ની તુલામાં હૂંડિયામણની આવક વધે છે.
Comments
Post a Comment