નીતિશાસ્ત્ર

 7. ભાવનાત્મક બુદ્ધિમતાથી તમે શું સમજો છો ? સિવિલ સેવકો માટે તે કેમ મહત્વપૂર્ણ છે ? ચર્ચા કરો.

ભાવનાત્મક બુદ્ધિમતા એ યોગ્યતા છે જેનાથી વ્યક્તિ પોતાની તથા અન્ય વ્યક્તિઓની ભાવનાઓ તથા સંવેદનાઓને ઓળખે છે, તેમાં અંતર સ્પષ્ટ કરે છે તથા માંહિતીનો પ્રયોગ પોતાના ચિંતન તથા ક્રિયાઓને નિર્દેશ કરવામાં કરે છે. સામાન્ય શબ્દોમાં ભાવનાત્મક બુદ્ધિમતા કેટલાક ખાસ માનવીય ગુણોથી સંબંધિત છે જેવા કે કોઈ માનસિક સ્થિતિને સમજવી, બીજાના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી તથા પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખી જીવનની ગુણવત્તા વધારવાની કોશિશ કરવી.
     •    એક કલ્યાણ રાજ્યમાં સુશાસન દિન-પ્રતિદિનના જીવનની ગુણવત્તાના વિકાસમાં નિહિત હોય છે. જેથી વ્યક્તિ અને માનવતાની ગરિમાને જાળવી રાખી શકાય. સાથે પરિસ્થિતિકી અસંતુલનની કિંમતે વિકાસની અનમતી ન આપી શકાય. આમ, વહીવટી નિર્ણય માટે ભાવનાત્મક બુદ્ધિમતા ખૂબ અવશ્યક છે. ભાવનાત્મક બુદ્ધિમતાને ન તો કોઈ સીમાનથી બાંધી શકાય કે ના એ નિર્ધારિત કરી શકાય કે, ભાવનાત્મક બુદ્ધિમતા ઉત્પન્ન થવાનો કોઈ સમય હોય. ભાવનાત્મક બુદ્ધિ ગમે ત્યારે, ગમે તે સમયે અને ગમે તે ક્ષેત્રમાં કોઈ પણ રીતે ઉત્પન્ન થઈ શકે છે. આ ઉપરાંત ભાવનાત્મક બુદ્ધિમતા ન માત્ર કોઈ એક તત્વથી ઉદભવે છે પરંતુ તે ઘણા બધા તત્વો જેવા કે અભિપ્રેરણા, આત્મનિયમન, સ્વજાગરૂકતા, સમાંનુંભૂતિ, સામાજિક દક્ષતા વગેરેનું સામુહિક પરિણામ છે. જે એક જાહેર સેવકમાં હોવું ખૂબ જરૂરી છે. જેના કારણે નીચે મુજબ સમજી શકાય છે

1.યોગ્ય નિર્ણય લેવા માટે કારણ કે ભાવનાત્મક બુદ્ધિમતામા સ્વ-જાગૃકતાના તત્વ રહેલા છે અને જેનાથી વ્યક્તિને પોતાની ભાવનાઓ, અનુભૂતિઓ, સ્વભાવ,મૂલ્યો, ઉદ્દેશ્ય, ક્ષમતા તથા ખામીઓનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. આમ, વ્યક્તિના નિર્ણય ત્યારે જ સાચા હશે જ્યારે તે પોતાના મૂળ વ્યક્તિત્વથી પરિચિત હોય. 
2. સ્વયમને તથા બીજાને અભીપ્રેરિત કરવા માટે ભાવનાત્મક બુદ્ધિમતા ઉપયોગી બને છે.
3.લોકસેવાને વાસ્તવિક સંદર્ભમાં લોકોનુમુખી બનાવવા માટે કારણ કે સમાનુંભૂતિ ભાવનાત્મક બુદ્ધિમતાનું એક તત્વ છે. જેના દ્વારા ભાવનાઓ અને અનુભૂતિઓને યથાર્થ રૂપે જાણવાની ક્ષમતા ધરાવે છે.
4.વર્તમાનમાં કેટલાક વહીવટી અધિકારીઓની આત્મહત્યા સાર્વજનિક અને ખાનગી સંબંધોમાં સામજસ્યની કમીના સંકેત આપે છે. આમ, એક જાહેર સેવકના તેના જીવનમાં સામજસ્ય સ્થાપિત કરવો એ પણ એટલું જ જરૂરી છે.
5.નવીન વહીવટી પડકારો જેવા કે રાજનૈતિક દબાણ, જાતીય તથા સાંપ્રદાયિક સમસ્યાઓ તથા નાગરિક સમાજના વધતા દબાણ વગેરેને પ્રભાવી રૂપિ ઉકેલ લાવવા સક્ષમતા હોવી જોઈએ. આ પડકારોને ડામવા ભાવનાત્મક બુદ્ધિમતા ની જરૂર પડે છે 

Comments

Popular posts from this blog

ઇતિહાસ

ઇતિહાસ

નીતિશાસ્ત્ર

વિજ્ઞાન અને ટેકનોલોજી

નીતિશાસ્ત્ર