બંધારણ
5. આદર્શ આચારસંહિતા એટલે શું ? તેની પ્રમુખ જોગવાઈઓ વર્ણવો.
આદર્શ આચારસંહિતા: ચૂંટણી પહેલા રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોના નિયમન અને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓની ખાતરી કરવા માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા માર્ગદર્શિકાઓનો એક સમૂહ એટલે કે આદર્શ આચાર સંહિતા.
આદર્શ આચારસંહિતા એ ભારતના બંધારણના અનુચ્છેદ 324 ને અનુરૂપ છે, જે અંતર્ગત ચૂંટણીપંચ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓનું નિરીક્ષણ અને સંચાલન કરવા માટે સશક્ત છે.
નિયમો મુજબ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે ત્યારથી જ આદર્શ આચારસંહિતા અમલી બને છે અને ચૂંટણી પરિણામ જાહેર થયાની તારીખ સુધી અમલમાં રહે છે.
આદર્શ આચારસંહિતાની જોગવાઈઓ:
1. સામાન્ય આચાર: રાજકીય પક્ષોની ટીકા ફક્ત તેમની નીતિઓ, કાર્યક્રમ, ભૂતકાળના રેકોર્ડ્સ અને કાર્ય સુધી મર્યાદિત હોવી જોઈએ. જાતિગત અને સાંપ્રદાયિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી, મતદારોને લાંચ આપવી અથવા તો ધમકાવવા અને કોઈના વિચારોના વિરોધ કરવા તેના ઘરની બહાર પ્રદર્શન કે ધરણા જેવી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
2. સભા: તમામ રાજકીય પક્ષોએ તેમની કોઈપણ મિટિંગ યોજતા પહેલા સ્થાનિક વહીવટ અને પોલીસને બેઠકના સ્થાન અને સમય વિશે માહિતી આપવી જોઈએ જેથી મીટીંગ દરમિયાન સુરક્ષાની પૂર્તિ વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે.
3. શોભાયાત્રા: જો બે કે તેથી વધુ પક્ષો અથવા ઉમેદવારોએ તે જ રૂટ પરથી સરઘસ કાઢવાની યોજના ઘડી છે, તો આયોજકોએ કોઈપણ પ્રકારનો મુકાબલો ટાળવા માટે અગાઉથી એકબીજાનો સંપર્ક કરવો જોઈએ. આવા સરઘસ દરમિયાન કોઈપણ રાજકીય પક્ષના નેતાના પૂતળા દહન ન કરવા જોઈએ.
4. મતદાન: તમામ પક્ષોના કામદારોને મતદાન મથકો પર યોગ્ય બેજ અથવા ઓળખ કાર્ડ આપવું જોઈએ. ચૂંટણી પક્ષના નેતાઓ દ્વારા મતદારોને આપવામાં આવતી કાપલી સાદા સફેદ કાગળ પર હોવી જોઈએ અને તેમાં કોઈ પ્રતિક, ઉમેદવારનું નામ અથવા તો પક્ષનું નામ હોવું જોઈએ નહીં.
5. મતદાન મથક: ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માન્ય પ્રમાણપત્ર વાળા મતદારો અને લોકો ને જો મતદાન મથકોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
6. નિરક્ષક: એક નિરક્ષકની નિમણૂક ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવશે, જેની સાથે કોઈ પણ ઉમેદવાર ચૂંટણી આચાર સહિતા સંબંધિત સમસ્યાઓની જાણ કરી શકે છે.
7.શાસક પક્ષ: શાસક પક્ષના વર્તનને નિયંત્રિત કરવા ચૂંટણીપંચે 1979મા આદર્શ આચારસંહિતા માં કેટલાક પ્રતિબંધો રજૂ કર્યા હતા. જે નીચે મુજબ છે
પહેલું, મંત્રીઓ દ્વારા કરવામાં આવતી ઓપચારિક મુલાકાતોનો ઉપયોગ ચૂંટણીના કામ માટે થઈ શકતો નથી, તેમ સત્તાવાર મશીનરીઓનો ઉપયોગ પણ ચૂંટણીના કામ માટે ના કરવો જોઈએ.
બીજું, શાસક પક્ષે રાજ્યના ખજાના માંથી જાહેર કરવા અથવા પ્રચાર અધિકારીની જાણ માધ્યમોના ઉપયોગ કરવાથી બચવું જોઈએ.
Comments
Post a Comment