જાહેર વહીવટ
17.ભારતમાં મહિલાઓના સશક્તિકરણમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (SHG) કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે તે ઉદાહરણો સાથે સમજાવો. સાથે જ એસ.એચ.જી.ને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલોનો પણ ઉલ્લેખ કરો.
• અભિગમ :
• સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) ને વ્યાખ્યાયિત કરો અને ઉદાહરણો સાથે સમજાવો કે કેવી રીતે SHG ભારતમાં મહિલાઓના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
• SHG ને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે સરકારી પહેલોનો ઉલ્લેખ કરો.
જવાબ :
SHG એ સમાન સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિના લોકોના અનૌપચારિક જૂથોની સ્વ-સંચાલિત, જૂથ-નિયંત્રિત અને સ્વૈચ્છિક સંસ્થાઓ છે જે સામાન્ય ઉદ્દેશ્યોની પરિપૂર્ણતા માટે સામૂહિક રીતે કામ કરવાની ભાવના સાથે જોડાય છે. તેઓએ ભારતમાં (ખાસ કરીને ગ્રામીણ ભારતમાં) મહિલા સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે :
• SHGS એ ભારતમાં લગભગ 46 મિલિયન ગ્રામીણ ગરીબ મહિલાઓને સંગઠિત કરેલ છે. આ સાથે, તેમણે જેમની પાસે બેંક ખાતા નથી તેવી ગ્રામીણ મહિલાઓ માટે નાણાકીય મધ્યસ્થી ઉકેલો લાવ્યા છે .
• SHGs મહિલાઓના અધિકારો અને ધિરાણની પહોંચ માટે સામૂહિક સોદાબાજી ની ક્ષમતા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે
• SHGs મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને જરૂરી જ્ઞાન, નાણાં, શક્તિ અને તકો પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, ઇલા ભટ્ટ દ્વારા 1972માં સ્થાપિત સેવા (સેલ્ફ એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન)
• તેઓ મહિલાઓને તેમના સમુદાયના મુખ્ય સભ્યો બનવા પ્રોત્સાહિત કરે છે. હિમાલયન પ્રદેશમાં આજીવિકા સુધારણા પ્રોજેક્ટ અનુસાર, પ્રદેશમાં મહિલા SHG ના 669 સભ્યોમાંથી 170 સ્થાનિક સરકારોના વડા તરીકે ચૂંટાયા છે.
• SHGS મહિલાઓને માતૃત્વ, નવજાત અને બાળ આરોગ્ય સંભાળ વિશે પણ શિક્ષિત કરે છે. ઉત્તર પ્રદેશ અને બિહારના અભ્યાસમાં નવજાત શિશુઓની સંભાળમાં 24 ટકાનો વધારો અને SHG સભ્યોમાં વિશિષ્ટ સ્તનપાનમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે.
• SHGs ભંડોળ, સંસાધનો અને તકનીકી સહાયના વિતરણ દ્વારા સામુદાયીક વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.
• SHGS પછાત ગામડાઓને પુનર્જીવિત કરી રહ્યા છે તથા જે સમુદાયોમાં કુપોષણ અને ગરીબીની સમસ્યા પ્રવર્તે છે. ઉદાહરણ તરીકે, પ્રોફેશનલ આસિસ્ટન્ટ ફોર ડેવલપમેન્ટ એક્શન (PRADAN) અને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત SHG એ ગ્રામીણ ઝારખંડના તેલિયા ગામની કાયાપલટ કરી છે.
SHGsને સરકાર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની બંને યોજનાઓ દ્વારા જૂથ, ગામ અને ક્લસ્ટર સ્તરે સામુદાયિક સંસ્થાઓના ત્રિસ્તરીય માળખા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેન્દ્રીય યોજનાઓમાં દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો સમાવેશ થાય છે અને રાજ્ય સરકારોની પહેલોમાં કેરળમાં કુડુમ્બશ્રી, બિહારમાં જીવિકા અને સમર્પિત સ્વાયત્ત સંસ્થાઓ એટલે કે રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન અથવા SRLMs દ્વારા SHGsને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. અન્ય પહેલોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
• ગ્રામીણ વિકાસ મંત્રાલય SARAS બ્રાન્ડ નામ હેઠળ SHG ના પ્રદર્શનો આયોજિત કરવા માટે સમર્થન પૂરું પાડે છે.
• નાબાર્ડ સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરવા માટે અનુદાન સહાય પૂરી પાડે છે અને SHGની તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે ગ્રાન્ટ સહાય આપે છે. નાબાર્ડ દેશના 150 પછાત અને ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત જિલ્લાઓમાં મહિલા સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહન આપવા માટે એક યોજના ચલાવી રહ્યું છે.
• ઇ-શક્તિ એ નાબાર્ડનો પાયલોટ પ્રોજેક્ટ છે જે એસ.એચ.જી.ના ડિજિટાઇઝેશન સાથે કામ કરે છે.
• સરકારે SHGs માટે બેંકિંગ સેવાઓનું માર્ગદર્શન આપવા અને પ્રોત્સાહન આપવા માટે SHGને પ્રાથમિકતા ક્ષેત્ર તરીકે સામેલ કર્યા છે.
કેફે કુડુમ્બાધિ (કેરળમાં મહિલાઓની માલિકીની અને સંચાલિત કેન્ટીનની શૃંખલા) જેવા ઉદાહરણો સાબિત કરે છે કે સામાજિક ચળવળના સાધન તરીકે SHG મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભવિષ્યમાં ભારતમાં વૃદ્ધિના એન્જિન તરીકે કામ કરી શકે છે.
Comments
Post a Comment