Posts

Showing posts from February, 2025

વિજ્ઞાન અને ટેકનોલોજી

39.) હાઇપરસોનિક શસ્ત્રો શું છે? તેમના મહત્વને હાઇલાઇટ કરો અને તેમના અપનાવવા અને ઉપયોગમાં લેવામાં આવતા પડકારોની ચર્ચા કરો. અભિગમ: • હાયપરસોનિક વેપન સિસ્ટમ્સ સમજાવીને તમારો જવાબ શરૂ કરો. • આ તકનીકના ઉપયોગના મહત્વની વિગતવાર ચર્ચા કરો. •હાઇપરસોનિક શસ્ત્ર પ્રણાલી સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડો. •તે મુજબ તારણો રજૂ કરો. જવાબ: હાયપરસોનિક શસ્ત્રો હવામાં ધ્વનિની ગતિથી 5 ગણી અથવા વધુ ઝડપી ( 5000 કિમી પ્રતિ કલાકની વધુ) પર મુસાફરી કરવા વાળા સક્ષમ હથિયાર છે. હાઇપરસોનિક શસ્ત્રોના મુખ્ય બે પ્રકાર છે - ક્રુઝ મિસાઇલ અને ગ્લાઇડ વ્હીકલ. હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલો હાઇપરસોનિક ઝડપ હાંસલ કરવા માટે હાઇસ્પીડ એર-બ્રેથિંગ સ્ક્રેમજેટ એન્જિનનો ઉપયોગ  કરે છે, જ્યારે હાયપરસોનિક ગ્લાઇડ મિસાઇલોને અવકાશમાંથી એક રોકેટના માધ્યમથી લોન્ચ કરવામાં આવે છે.  હાઇપરસોનિક ટેકનોલોજીનું મહત્વ: • ઝડપી અને લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલઓ: હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ કોઈપણ ફાઈટર એરક્રાફ્ટ કરતાં વધુ ઝડપે ઉડે છે. આને કારણે, તેઓ તેમના લક્ષ્યને અટકાવવામાં આવે તે પહેલાં સંપૂર્ણપણે હિટ કરવામાં સક્ષમ બને છે. • શોધી ન શકાય તેવી(undetectability)...

વિજ્ઞાન અને ટેકનોલોજી

  38.)જીનોમ એડિટીંગ શું છે? તેના લાભોની ચર્ચા કરો. સાથે જ, તેનાથી સંબંધિત ચિંતાઓનો પણ ઉલ્લેખ કરો. અભિગમ : • જીનોમ એડિટીંગની વ્યાખ્યા આપતા જવાબ શરૂ કરો. • જીનોમ એડિટીંગના લાભો પર પ્રકાશ પાડો. • જીનોમ એડિટીંગના સંભવિત દુરૂપયોગના સંબંધમાં ઉદ્ભવિત ચિંતાનો ઉલ્લેખ કરો. • તદઅનુસાર નિષ્કર્ષ પ્રસ્તુત કરો ઉત્તર:  જીનોમ એડિટીંગ કોઈ કોશિકા અથવા જીવ ના ડીએનએમાં વિશિષ્ટ ફેરફાર કરવાની એક પ્રક્રિયા છે. આ જિનોમ વિશિષ્ટ સ્થાનોમાં આનુવાંશિક સામગ્રીને જોડવું, દૂર કરવું અથવા તેને બદલવાની મંજૂરી આપે છે. જીનોમ એડિટીંગ માટે કેટલીક તકનીકો વિકસાવવામાં આવી છે, જેમ કે ક્રિસ્પર-કેસ 9 , ટ્રાન્સક્રિપ્શન એકટિવેટર લાઈક ઈફેક્ટર ન્યૂક્લીજ (TALEN) ઝિક-ફિંગર ન્યૂક્લિયસ (ZFN)  જીનોમ એડિટીંગના લાભ • આનુવંશિક રિસર્ચઃ જીનોમ એડિટીંગનો ઉપયોગ કોશિકાઓ અથવા જીવોના ડીએનએમાં ફેરફાર કરવા માટે કરી શકાય છે.જેથી કરીને તેમની બાયોલૉજી અને તેમની કાર્ય પદ્ધતિ સમજી શકાય.  • ચિકિત્સા ઉપચારઃ  આનો ઉપયોગ માનવ રક્તની કોષિકામાં સુધાર કરવા માટે કરવામાં આવે છે. આ સુધાર કોષિકાને લ્યુકેમિયા, એડ્સ તથા આનુવાંશિક વિકૃતિઓ (જેમ ...