Posts

Showing posts from January, 2025

ઇતિહાસ

37.) 6ઠ્ઠી સદી બીસીઇની આસપાસ ભારતમાં બૌદ્ધ અને જૈન ધર્મના ઉદભવ અને વિકાસ માટે જવાબદાર કારણોની ચર્ચા કરો. દૃષ્ટિકોણ: • ભારતમાં બૌદ્ધ અને જૈન ધર્મના ઉદ્દભવ અને વિકાસ વિશે ટૂંકમાં લખો. • પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ બૌદ્ધ અને જૈન ધર્મના ઉદભવ અને ફેલાવાના કારણોની યાદી બનાવો. • તથા તે મુજબ તારણો રજૂ કરો. જવાબ   છઠ્ઠી સદી પૂર્વે ભારતમાં વૈદિક પ્રથાઓનું વર્ચસ્વ હતું. ત્યારપછી, બ્રાહ્મણવાદના ધાર્મિક રૂઢિચુસ્ત વિચારોનો વિરોધ વધવા લાગ્યો, જે આખરે અનેક અનીશ્વરવાદી ધાર્મિક આંદોલનના ઉદભવ તરફ દોરી ગયો. આ ઉપરાંત પ્રવર્તમાન સામાજિક-ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ પણ બૌદ્ધ અને જૈન ધર્મના ઉદભવ અને પ્રસારનું કારણ બની. પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં બૌદ્ધ અને જૈન ધર્મના ઉદભવ અને પ્રસાર માટે જવાબદાર પરિબળો. સામાજિક-ધાર્મિક પરિબળો: • વર્ણ વ્યવસ્થા : ઉતર વૈદિક કાળમાં, સમાજને ચાર વર્ગોમાં વહેંચવામાં આવ્યો હતો અને તે મુજબ તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી, તથા તેમના પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા અને સાથે જ વિશેષાધિકારો આપવામાં આવ્યા હતા. આનાથી ના  માત્ર સામાજિક તણાવ ઉત્પન્ન થયો, પરંતુ સાથે જ સામાજિક ...